‘બાતમીદારો,સ્થાનિક લોકો માટે આ આરોપી જોખમીઃ સંજય ખરાત

અરવલ્લી પોલીસનું નાક વાઢી લેનાર ખૂંખાર આરોપી સૂકો ડુંડ મામલે આજે એસપીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. નોંધનીય છે કે, ભિલોડાના ડોડીસરાથી આ ખૂંખાર આરોપી ફરાર થયો હતો. જાણ થતાં જ ભિલોડા પોલીસે બેરિકેડ ગોઠવી ફિલ્મી આરોપીને પકડી પાડ્યો હતો, પોલીસ જાપ્તામાંથી ફરાર આ આરોપીની સામે બે ખૂનની કોશિશ સહીત ૨૦ ગુન્હાનો નોંધાયેલા છે.
જો કે ખતરનાક કાયદો ગુજસીટોકમાં કોર્ટ દ્વારા તેને જામીન મળ્યા હતા. તેને પોલીસ બંદોબસ્ત વચ્ચેથી ફરાર થયા બાદ ફરી ઝડપી લેવાયો છે અને પોલીસની લાજ બચી ગઇ છે. ખૂંખાર આરોપીને કોર્ટમાં રજુ કરી કસ્ટડીમાં મોકલાયો છે.
દરમ્યનમાં એસપી સંજય ખરાતનું નિવેદન છે કે , ‘બાતમીદારો,સ્થાનિક લોકો માટે આ આરોપી જોખમી હોવાથી જેલમાંથી ફરી પેરોલ ન મળે તે માટે પોલી દ્વારા રજૂઆત કરાશે.’ તેમણે વધુમાં કહ્યું કે, ટ્રાયબલ વિસ્તારમાં આરોપી દારૂના નેટવર્કનો કિંગ ગણાતો હતો..નોંધનીય છે કે, આરોપી ફરાર થવા મામલે અગાઉ ૪ પોલીસકર્મી થયા છે સસ્પેન્ડ થયા છે.




