राष्ट्रीयઅરવલ્લી

સંકલ્પઃજીતપુર ગામે મંત્રીશ્રીની હાજરીમાં “વિકસિત ભારત યાત્રા”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો..

કનુ (કરણ) વાળંદ, અરવલ્લી- મોડાસા….

અરવલ્લીના મોડાસા તાલુકાના જીતપુર ગામ ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે,ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે.અને લોકો ઉત્સાહ સાથે રથને આવકારે છે.

મંત્રીશ્રીએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે; ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામડે ગામડે ફરવાનો છે. અને આ રથ મોદીની ગેરેન્ટી વાળો રથ છે. જેમાં ૧૭ જેટલી યોજનાઓ સામાન્ય માણસ સુધી સરકારની માહિતી પહોંચે તે આ રથનો ઉદેશ્ય છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે આ રથમાં અનેક યોજનાઓ છે.અને વડાપ્રધાનશ્રીનો ઉદેશ્ય છે ખાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવમાં આવી છે. મહિલાઓ માટે આજે ઘરના ઉંબરેથી આકાશ સુધી વિકાસ થાય અને સફળતા મળે તે માટે અનેક ક્રાંતિકારી નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે.

પોતાના કાર્યકાળ વિશે વાત કરતા પોતાના અનુભવો મંત્રીશ્રીએ જણાવ્યા પોતાના ગામ સાથેના અનુભવો અને વાતો પણ વાગોળી હતી. આગળ મંત્રીશ્રીએ જણાવ્યું કે આયુષ્માન કાર્ડ આજે નિઃશુલ્ક ૧૦ લાખ રૂપિયાથી કોઈપણ ગંભીર બીમારી સામે સારવાર મળશે.અને બિમારીઓથી કેટલી મુશ્કેલી પડતી હતી એ આજે આયુષ્માન કાર્ડ થકી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ છે.

તેમણે એમપણ કહ્યું કે, આજે તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબજ ઉમદા પ્રયાસો થકી સરકાર આપના આંગણે અનેક યોજનાઓ લઈને ફરી રહી છે. તો સહિયારા પ્રયાસે આપણે આ સરકારની યોજનાઓ અને આયોજનને આવકારીએ.’ કાર્યક્રમ સ્થળ ઉપર અનેક યોજનાઓના સ્ટોલનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું અને યોજનાકીય માહિતી મેળવવા અનુરોધ કર્યો હતો..

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. પરમાર,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા ,ગામના પદાધિકારીશ્રીઓ અને વડીલો અને અન્ય અધિકારીશ્રીઓ તેમજ મહિલાઓ અને બાળકો સાથે લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button