राष्ट्रीय
ભીષણ ગરમીથી બીમારીમાં પણ વધારો, હીટ સ્ટ્રોકના કેસમાં હજુ પણ વધી શકે……
ભીષણ ગરમીથી બીમારીમાં પણ વધારો, હીટ સ્ટ્રોકના કેસમાં હજુ પણ વધી શકે......
હાલ ગરમી સાતમાં આસમાને અને હજુ પણ ગરમી વધવાની છે તેવું માનવામાં આવી રહ્યું છે. જેના કારણસર હાલ રાજયમાં અને શહેરમાં બીમારીમાં ધડખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ૭ દિવસમાં ૪૬૫ લોકો ગરમીની બીમારીથી શિકાર બન્યા…..
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેનાથી બીમાર પડનારાની સંખ્યા પણ વધી રહી છે.એપ્રિલ માસમાં ગુજરાતમાં ગરમીને લગતી બીમારીના ૨૦૬૭ કેસ નોંધાયા હતા. જેમાં તાવના ૧૭૭૫ , ચક્કર આવવાથી પડી જવાના ૨૨, હીટસ્ટ્રોકના ૧૮ અને માથામાં સખત દુઃખાવાના ૨૦૬૭ કેસનો સમાવેશ થાય છે.
આ સ્થિતિએ એપ્રિલમાં ગરમીને લગતી બીમારીના રોજના સરેરાશ ૬૯ કેસ નોંધાયા હતા. મે મહિનામાં ગુજરાતના અનેક શહેરમાં તાપમાન ૪૪ને પાર જવાની સંભાવના છે. જેના પગલે હીટ સ્ટ્રોકના કેસમાં હજુ પણ વધારો થઈ શકે છે.




