સાબરકાંઠાની આરોગ્યકર્મીઓ પોતાની માંગણીઓનું આંદોલન દિલ્હી લઇ ગઇ છે અને ત્યાં દેખાવો કર્યા છે. વિગતે જોઇએ તો, પડતર માંગણીઓને લઈને આશાવર્કર અને ફેસીલીટર બહેનો દિલ્હી ખાતે પહોંચી હતી અને ધરણાં કર્યા હતા.

હિંમતનગરથી દિલ્હી પહોંચીને બહેનોએ ઇન્ડિયા ગેટ આગળ સાબરકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ ઘેરાવ કર્યો હતો. અને પોતાનો અવાજ દિલ્હી પહોંચાડ્યું છે.તેમણે કાયમી કરવા અને ગ્રેડ સહિતની માંગ કરી છે. તેની સાથે આશા વર્કર બહેનો દોલન કરી રહી છે.
રાજ્ય સરકારે મામૂલી પગાર વધારતા આશા વર્કરોમાં રોષ છે. પોતાની પડતર માગણીઓને લઈને દિલ્હી ખાતે ધરણાં કર્યા છે. તેમણે જંતર મંતર ખાતે દેખાવ કર્યા બાદ ઇન્ડિયા ગેટ આગળ પહોંચી હતી.




