કચ્છમાં ભચાઉમાંથી પસાર થતા ઓવરલોડ વાહન પર RTO તેમજ જવાબદાર અધિકારીની મીઠી નજર હોય તેમ લોકમુખે ચર્ચાય છે. આ ઓવરલોડ વાહનોને કારણે અવાર નવાર અકસ્માતનાં બનાવો બનતા હોય છે.
આ અંગે પગલા ભરવાની જેની જવાબદારી છે એ RTO જો કડક કાર્યવાહી કરે તો ઓવર લોડ વાહન બંધ થઈ શકે છે. તેમજ અકસ્માતનાં બનાવો પણ અટકી શકે તેમ છે. પરંતુ લોકમુખે એમ ચર્ચાઇ રહ્યું છે કે, કોઇ જવાબદાર અધિકારીની રહેમ નજરથી ભચાઉથી ઓવરલોડ વાહનો રસ્તાઓ પર બેફામ દોડી રહ્યા છે…?!
સવાલ એ છે કે ઓવર લોડ વાહન, વધુ સ્પીડ સાથે નિયમોનો ભંગ કરતા વાહનો સામે હવે કોણ કરશે કાર્યવાહી.. ?




