sabarkathaराष्ट्रीय

અધિકારઃસફાઈકર્મીઓની સલામતી અને ગૌરવ માટેના તાલીમ શિબિરનું આયોજન…

અધિકારઃસફાઈકર્મીઓની સલામતી અને ગૌરવ માટેના તાલીમ શિબિરનું આયોજન...

ગ્રામિણ ભારતમાં સફાઈકર્મીઓની સલામતી અને ગૌરવ માટેનો તાલીમ કાર્યશિબિર સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારના ગ્રામપંચાયત ક્ષેત્રના સફાઈકર્મીઓનો તારીખ 21-9-2023 થી 22-9-2023 સુધી પાવાપુરી જલમંદિર જૈનતીર્થ ખાતે યોજાયો હતો.

આ શિબરમાં તેમની સલામતી અને ગૌરવ માટેની તાલીમ આપવામાં આવી હતી. આ શિબિરની આગેવાની સામાજિક કાર્યકર શંકર -વણકરે (તાલીમકાર) કરી હતી. જેમાં મદદના ભાગરૂપે સહ-ટ્રેનર સુરેશભાઈ સોલંકી, સ્વાતિ સુતરીયા, ફિરોઝા મન્સૂરી,આનંદ સોલંકી, તેમજ શિબિરના બે દિવસ દરમ્યાન મુદ્દા આધારિત સમજણ ઉન્નતિ વિકાસ શિક્ષણ સંસ્થાના શૈલેષ રાઠોડ, કિરીટભાઈ પરમાર, માર્ગીબેન, તેમજ વીરેન્દ્ર બારડે પુરી પાડી હતી.

શિબિરના અંતે આવેલા પ્રશ્નોને ઉચિત જગ્યાએ રજૂ કરવા સાબરકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રાજેશભાઈ પરમારે જણાવ્યું હતું. અને સફાઈકર્મીની સમસ્યાઓ હલ કરવા માટે મદદરૂપ થવા જણાવ્યું હતું.

આ શિબિર યુનિસેફ ગાંધીનગર અને ઉન્નતિ વિકાસ શિક્ષણ સંસ્થાના સહયોગથી યોજવામાં આવ્યો હતો

Related Articles

Back to top button