અમદાવાદ: લોકપ્રિય વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.
9 ઓક્ટોબર 2022:
- રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
- અમદાવાદ એરપોર્ટથી જ મોઢેરા જવા રવાના થશે.
- સાંજે 5 કલાકે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધન કરશે
- સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે.
- સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે.
- રાત્રે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે.
- અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે પીએમ.
- રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
10 ઓક્ટોબર, 2022:
- સવારે 9 કલાકે સચિવાલય હેલીપેડથી આમોદ જવા રવાના થશે.
- 10 કલાકે આમોદ પાસે જનસભાને સંબોધન કરશે.
- આમોદથી આણંદ પહોંચશે.
- બપોરે 12 કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
- આણંદથી પીએમ મોદી અડાલજ પહોંચશે.
- અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે.
- બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે.
- સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
- જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.
11 ઓક્ટોબર, 2022:
- સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.
- જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.
- બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.
- બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.
- સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.




