જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ ગોપાલસિંહ રાઠોડની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક
જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ ગોપાલસિંહ રાઠોડની અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક
સાબરકાંઠાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા હિંમતનગર કેળવણી મંડળના કાર્યકારી પ્રમુખ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ ગોપાલસિંહ રાઠોડની બિનહરીફ વરણી થઇ હતી. ગોપાલસિંહ રાઠોડ ભાજપ અગ્રણી, ઉદ્યોગપતિ સાથે શહેરના સામાજિક, ધાર્મિક સંસ્થામાં પણ સેવા આપે છે
પદ અપેક્ષા રાખ્યા વગર ગોપાલસિંહ રાઠોડ સતત કામ કરે છે ભોલેનાથ મને વધુ શક્તિ આપે, હું સમાજસેવા વધુમાં વધુ કરું એવી લાગણી પણ: ગોપાલસિંહ રાઠોડે વ્યકત કરી હતી.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા જિલ્લાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા હોય તો તે હિંમતનગર કેળવણી મંડળ જેમાં અનેક વિભાગ દ્વારા શાળા તેમજ વિવિધ કોલેજ જેમ કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, BCA, BSC ફાર્મસી, લો કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થા દ્વારા શિક્ષણ પૂરું પાડે છે. આજરોજ ચેરિટી કમિશનરના હુકમથી યોજાયેલી મંડળની બેઠકમાં સર્વ સંમતિથી ગોપાલસિંહ રાઠોડની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. છેલ્લા કેટલાય સમયથી સંસ્થાના હોદ્દેદારો સામે અસંતોષ હતો જે આજે સર્વ સંમતિથી મંડળને નવા પ્રમુખ મળ્યા છે.




