સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત ખાતે આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનો એકત્રિત થઈને જી.આરની હોળી કરવામાં આવી હતી. અને સાબરકાંઠામાં જોણે કે હોળાના તહેવાર પહેલાં જ હોળી આવી ગઇ હતી.
નોંધનીય છે કે, રાજ્ય ભરમાં વિવિધ વિભાગના કર્મચારીઓને પડતર માંગ સાથે હડતાળ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં જિલ્લા પંચાયત આગળ આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનો એક્ઠી થઈ હતી. કેમ કે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને લોલીપોપ આપીને આંદોલનો શાંત પડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી આશાવર્કરોને ૨૫૦૦ રૂપિયા અને આશા ફેસીલીટર બહેનોને ૨૦૦૦ રૂપિયા જેટલો વધારાની જાહેર કરીને આંદોલન શાંત પડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જોકે આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનોએ રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે. અને ત્યાર બાદ આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનોએ એકત્રિત થઈને જી.આરની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. જો આગામી સમયમાં સરકાર દ્વારા માંગ પૂરી કરવામાં નહિ આવે તો મહિલાઓએ ચૂંટણીની બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.




