गुजरातराष्ट्रीय

પોલીટીક્સઃ ગેનબેન ઠાકોરનો અહંકાર કે આત્મવિશ્વાસ..?! પોતે જ નામ જોહેર કરી દીધુ…

પોલીટીક્સઃ ગેનબેન ઠાકોરનો અહંકાર કે આત્મવિશ્વાસ..?! પોતે જ નામ જોહેર કરી દીધુ...

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હજી કોઇ નામની જાહેરાત કરી નથી. કોંગ્રેસે 8 માર્ચના રોજ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો બીજી બાજુ વાવના કોંગ્રેસના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભાના સંભવિત ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટિકિટ મળે તે પહેલા જ પ્રચાર શરૂ કર્યો છે.

સંભવિત ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દેશી ભાષામાં પોતાને મત આપવા લોકોને અપીલ કરી છે. જે વીડિયો હાલ ઘણો જ વાયરલ પણ થઇ રહ્યો છે. ગેનીબેન કહે છે કે, આપણી પાસે ક્યાં ફોર્ચ્યુનર અને મોટી મોટી ગાડીઓ છે, આપણે ઢોલ નગારા સાથે ફોર્મ ભરવાનું છે તમારી પાસે જે વાહન હોય તે લઇને આવજો.

ગેનીબેનના વાયરલ વીડિયોમાં તેઓ લોકોને અપીલ કરતા જણાવે છે કે, “આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. બધા બહેનોને પણ લાવજો. આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.”

આ સાથે તેમણે હુંકાર કરતા કહ્યુ છે કે, “આપણે દીકરીને ત્યાં પહેલું મામેંરું લઈને જતા હોય ત્યાં કડાધડાવાળું મામેરું હોય એટલે આ મારું પહેલું મામેરુ છે એટલે તમારે કડાધડાનું મામેરું ભરવાનું છે. મતદારો એમ કહે કે, બેને તો બે વાર ભર્યુ છે પણ તમારા જિલ્લામાં તો પહેલીવાર જ ભરવાનું છે. મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે અને આપણા હરીફ મહેમાન ઉમેદવારનો મત વિસ્તાર વડગામ છે, એ પાટણ જિલ્લામાં આવે છે એટલે અઢારે આલમ પાસે મામેરાનું હું જ સાચી હકદાર છું.”

ગેનીબેને વધુમાં જણાવતા કહ્યુ કે, “મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો.”

Related Articles

Back to top button