sabarkathaराष्ट्रीय

ચૂંટણી બહિષ્કારના પોકારો શરૂ.. રાજકીય પક્ષો તમે સાંભળો છો ને..?!

ચૂંટણી બહિષ્કારના પોકારો શરૂ.. રાજકીય પક્ષો તમે સાંભળો છો ને..?!

સાબરકાંઠામાં ખેડબ્રહ્માના રાધીવાડ ગામે વિધાનસભાની ચુંટણીના બહિષ્કારનો નાદ સંભળાયો છે. આ નાદ ગવાહી આપે છે કે ચૂંટણીઓ હવે સાવ નજીક છે અને મતદારોને તેનો ખ્યાલ આવી ગયો હોવાથી પોતાની વિવિધ માંગણીઓ માટે સત્તાવાળાઓ ઉપર દબાણ લાવવા બહિષ્કારનું શસ્ત્ર ઉગામે તો તેમાં કાંઇ ખોટુ નથી, એમ ગામવાસીઓનું માનવુ છે.

વિગતે જોઇએ તો, શાળાનું નવુ  મકાન નહિ તો વોટ નહી…ના  બેનરો લાગ્યા છે…શાળાના બાળકો ભાડાના મકાનમાં  અભ્યાસ કરે છે..શાળાનું મકાન નોન-યુઝ થતા બાળકો ખુલ્લામાંઅભ્યાસ કરે છે. અને જો તેનું સત્વરે જલ્દીમાં જલ્દી નિરાકરણ નહિ આવે તો ઉગ્ર વિરોધ પણ કરાશે એવી ચીમકી ગામવાસીઓએ આપી છે.

Related Articles

Back to top button