દહેગામ તાલુકાના જીવાજીની મુવાડી અને હરસોલી વચ્ચે આવેલા મેશ્વા નદી કિનારે આવેલા સધી માતાના મંદિરનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગિયારમા મહિનાની 27 તારીખ અને રવિવાર યજ્ઞ અને 28 તારીખ અને સોમવારના રોજના રોજ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વરઘોડો યોજાશે.
ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી જીવાજીના મુવાડીના મેશ્વા નદીના તટ પર બિરાજમાન થયેલ સધીમાતાનો ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માગશર સુદ ચોથ અને રવિવાર તારીખ 27 11 2022 ના રોજ યજ્ઞ અને બીજા દિવસે તારીખ 28 11 2022 ને સોમવાર અને પોચમના રોજ માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વરઘોડો ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવિક ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લેવા અને દર્શન કરવા માટે જીવાજીના મુવાડી હરસોલીને વટવાના ગ્રામજનો દ્વારા આમંત્રિત કરવામાં આવે છે અને દાતાઓને દાન કરવા માટે પણ માતાજીના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે.
આના અનુસંધાનમાં આજે જીવાજી મુવાડી હરસોલી અને વટવાના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ માતાજીનો ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવા માટે આજે માતાજીના મંદિરમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગમાં સર્વાનુંમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેથી જીવાજીની મુવાડી હરસોલી અને વટવાના ગ્રામજનો તેની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સધી માતાજીના ભુવાજી વાહજીભાઈ રબારી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે રાત દિવસ એક કરીને ભારે જહેમત ઉઠાવી છે અને જીવાજી ની મુવાડી, વટવા ,અને હરસોલી ,ના ગ્રામજનોના સહકારથી સધી માતાનું મંદિર બનાવી દીધું છે.




