राष्ट्रीय

પાક.નું કાવતરૂઃ શ્રીનગર-બારામુલા હાઈવે પર IED બોમ્બ મૂકાયો, સેનાએ ડિફ્યુઝ કર્યો….

પાક.નું કાવતરૂઃ શ્રીનગર-બારામુલા હાઈવે પર IED બોમ્બ મૂકાયો, સેનાએ ડિફ્યુઝ કર્યો....

જમ્મુ -કાશ્મીરની ઘાટીમાં ખાસ કરીને શિયાળાની મોસમમાં આતંકીઓ આતંકી ઘટનાને અંજામ આપતા હોય છે. તાજેતરમાં જ આવી એક ઘટનામાં આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો,

અને તે દુર્ઘટનામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. એવીજ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આજે આતંકીઓ શ્રીનગર-બારામૂલા હાઈવે પર IED બોમ્બ મુકયૉ હતો જેને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી દીધો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આજે મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું જેમાં શ્રીનગર-બારામૂલા હાઈવે પર આતંકવાદીઓએ લગાવેલો IED બોમ્બ  રિકવર કરીને ડિફ્યુઝ કર્યો હતો જેમાં ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી છે.

ચિનાર કોર્પ્સે જણાવ્યું કે, શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર લવાયપુરા નજીક IED મળી આવ્યો છે. ચિનાર કોર્પ્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે તેને રિકવર કરીને લવાયપુરામાં જ ડિફ્યૂઝ કરી નાખીને મોટી આતંકવાદી ઘટનાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. હાલના દિવસોમાં આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હાઇવે અને રસ્તાઓ પર ઓચિંતો હુમલો કરીને IED લગાવવાનું શરૂ કર્યું છે. ઘાટીમાં શિયાળાના આગમનની સાથે જ આતંકવાદીઓ ફરી એક વખત એક્ટિવ થઈ ગયા છે.

Related Articles

Back to top button