sabarkatha

ચાંદીપૂરમથી હાહાકાર… વધુ એક બાળકનું મોત થતાં આંકડો પાંચ પર પહોંચ્યો..

ચાંદીપૂરમથી હાહાકાર... વધુ એક બાળકનું મોત થતાં આંકડો પાંચ પર પહોંચ્યો..

સાબરકાંઠામાં એક નવા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આમ તો આ વાઇરસ જુનો મછે પણ સાબરકાંઠામાં આ વાઇરસના કોઇ કેસ નોંધાયા હતા કે કેમ તે એક  અલગ તપાસનો વિષય છે પણ હાલમાં હિંમતનગર સિવિલમાં આજે વધુ એક શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસના લક્ષણ વાળુ બાળકનુ મોત થતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી હતી.

વિગતે જોઇએ તો, પોશીનાના નાડા ગામનો ૩ વર્ષીય બાળક સિવિલમાં દાખલ કરાયો હતો. બાળકને તાવ અને બેભાન અવસ્થામાં હોય તેવા લક્ષણો જણાયા હતા. સિવિલના પીઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળકનુ સારવાર દરમિયાન મોત નિપજતાં શંકાસ્પદ ચાંદિપુરમના કુલ ૮ કેસ નોંધાયા છે….

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસથી અત્યાર સુધી ૫  બાળકોના મોત થતા પ્રજામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે….હિંમતનગર સિવિલમાં હાલ  કુલ ૩ બાળકો સારવાર હેઠળ છે, જેમાં ત્રણ બાળકો પૈકી એક બાળકની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.

Related Articles

Back to top button