હવે વિમાનમાં આગ લાગવાના બનાવો વધવા લાગ્યા…ઇમરજન્સી લેન્ડીંગ….
હવે વિમાનમાં આગ લાગવાના બનાવો વધવા લાગ્યા...ઇમરજન્સી લેન્ડીંગ....
સોમવારે એક પેસેન્જર પ્લેનના એન્જિનમાં આગ લાગી જતાં તેને ન્યૂઝીલેન્ડના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગે આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે ઉડાન ભરી રહેલું વર્જિન ઓસ્ટ્રેલિયા બોઇંગ 737-800 જેટ આગને કારણે ડાયવર્ટ કરવું પડ્યું અને ન્યૂઝીલેન્ડના શહેર ઇન્વરકાર્ગિલમાં લેન્ડ થયું.
ન્યુઝીલેન્ડના ફાયર એન્ડ ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના શિફ્ટ સુપરવાઈઝર લીન ક્રોસને જણાવ્યું હતું કે ક્વીન્સટાઉનથી ટેકઓફ કર્યાના લગભગ 50 મિનિટ પછી પ્લેન ઈન્વરકાર્ગિલમાં લેન્ડ થયું હતું, જ્યાં અગ્નિશામકોએ આગને બુઝાવી હતી.
ક્વીન્સટાઉન એરપોર્ટના પ્રવક્તા કેથરિન નિંડટે જણાવ્યું હતું કે એન્જિનમાં આગ લાગવાનું કારણ અને વિમાનમાં કેટલા મુસાફરો હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. વર્જિન ઑસ્ટ્રેલિયાએ ઈમેલ દ્વારા એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અકસ્માત પક્ષીઓની ટક્કરથી થયો હોઈ શકે છે.




