राष्ट्रीय

નોર્વેની સેન્ટ્રલ બેન્કે અદાણીની કંપનીને કરી બ્લે્ક લિસ્ટ…શેરોમાં ધબડકો….

નોર્વેની સેન્ટ્રલ બેન્કે અદાણીની કંપનીને કરી બ્લે્ક લિસ્ટ...શેરોમાં ધબડકો....

નોર્વેની સેન્ટ્રલ બેન્કે ભારતના અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(એપીએસઈઝેડ)ને તેના સરકારી પેન્શન ફન્ડના પોર્ટફોલિયોમાંથી બ્લેકલિસ્ટ કરી છે. નૈતિક કારણોસર કંપનીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે માનવ અધિકારનું હનન કરનાર  મ્યાનમારના દળો સાથે  વ્યાપાર કરવા બદલ આ પગલુ ભરવામાં આવ્યું હોવાનું મનાય છે.

આ અંગે નોર્જેસ બેન્કે જણાવ્યું હતું કે હાલ યુદ્ધની સ્થિતિમાં વ્યક્તિગત હકનું કંપની પાલન કરી રહી નથી અને તેનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતની અદાણી પોર્ટ્સ સિવાય અમેરિકાની એલથ્રીહેરીસ ટેકનોલોજીસ અને ચીનની વીઆઈચી પાવરને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અદાણી પોર્ટ્સ માર્ચ 2022થી દેખરેખ હેઠળ હતી. બાદમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવા અંગેનો નિર્ણય કાઉન્સિલ ઓન એથિક્સની 21 નવેમ્બર 2023ની ભલામણના આધારે લેવાયો હતો. આ નિર્ણયને પગલે શુક્રવારના પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

Related Articles

Back to top button