sabarkatha
સાબરકાંઠા બેઠક માટે 16મીએ વિજય મહુર્તમાં ઉમેદવારીભત્રો ભરાશે…
સાબરકાંઠા બેઠક માટે 16મીએ વિજય મહુર્તમાં ઉમેદવારીભત્રો ભરાશે...
ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાં હવે સૌ કોઇનું ધ્યાન સાબરકાંઠા બેઠક પર રહે તેમ છે. તો બીજી તરફ આજે 12 એપ્રિલથી સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર વિતરણની શરૂઆત થઇ ગઇ છે..
7 મેના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે જાહેરનામુ બહાર પડતા જ પ્રથમ દિવસે 28 ફોર્મનું વિતરણ થયું છે..જેમાં 8 બીજેપી, 1 જનસંઘ પાર્ટી, કોંગ્રેસ 6 અને 9 અપક્ષોએ ફોર્મ લીધા હતા..
ભાજપના ઉમેદવારો માટે તારીખ નક્કી થઇ છે તેમ સાબરકાંઠા બેઠક માટે શોભનાબેન બારૈયા 16 તારીખે ઉમેદવારપત્ર ભરશે તો કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી પણ એ જ દિવસે ફોર્મ ભરશે. જેણણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવી હોય તેમના માટે ફોર્મમાં દસ ટેકેદારો ફરજિયાત છે.




