sabarkathaराष्ट्रीय

તલાટીઓની હડતાલથી મોદીજીના હર ઘર તિંરંગા… અભિયાનને અસર, સત્વરે નિકાલ લાવો

રિપોર્ટર -લલિત ડામોર....

ગ્રામ પંચાયતનો વહીવટી થતા તલાટી મંત્રી સંવર્ગની હડતાલનું યોગ્ય નિરાકરણ બાબત આજે વિજયનગર

તાલુકાના આજુબાજુ ગામના સરપંચો દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રી મંડળ તેઓના પડતર પ્રશ્નોનું વર્ષ 2018 થી અત્યાર સુધી કોઈ નિવારણ ના આવતા તારીખ 02/ઓગષ્ટ 2022 થી  અચોક્કસ મુદ્દતે હડતાલ પર ઉતરેલ છે  અને આજે 10 મો દિવસ છે અને કેટલી બાબતો હાલ પંચાયતમાં ખોરવાઈ ગઈ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેને લઈને આજે વિજયનગર તાલુકાના આજુબાજુ ગામના સરપંચો દ્વારા વિજયનગર મામલતદાર માતંગ નિમાવત તેમજ વિજયનગર તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવસિન્હા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પંચાયતના કોઈપણ પ્રકારના દાખલ નોકરી માટે મેળવવાના હોય તો કેવી રીતે મેળકી શકાય જેનાથી બાળકોની આવેલ નોકરી હાથ માંથી જતી રહે એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે.

કેટલા તો પંચાયત માંથી ધ્રુસકે ધ્રુસકે રડતા હોય છે તો શું સરકાર એમના પડતર પ્રશ્નો સમયાંતરે નિવારણ લાવી શકે ખરા કે પછી આ બાળકોની નોકોરી હાથ માંથી જતી રહશે એ સમય જોઈ રહી છે કે શું એ તો આવનારો સમયજ બતાવશે. સરકારને જો આ બાળકો પ્રત્ય ધ્યાન દોરે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અને હાલ પંચાયતમાં  તલાટીઓ નથી તો કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે.

વિધવા સહાય વૃધ્ધ પેન્શન સહાય વિગેરે જેવી સમાજ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને જરૂરી ‘ડૉક્યુમેન્ટસ જેવા કે, પેઢીનામું મરણ અંગેનું પ્રમાણપત્ર- પુનઃ લગ્ન નો દાખલો- બી.પી.એલ.નો દાખલા  સરકારી નોકરીમાં ભરતી અન્વયે કરી ડોક્યુમેન્ટ્સ જેવા કે, નોન ક્રિમીલેયર સર્ટી – આવકનો દાખલો – જાતિનો દાખલો – ફીમેલ હેલ્થ વર્કર માં લાગેલ મહિલાઓને લગ્ન સર્ટીફિકેટ, શાળાઓમાં બાળકોને જન્મના દાખલા તથા શિષ્યવૃત્તિની કામગીરી શરૂ હોઇ તેમના વાલીઓના આવકના દાખલા તલાટી – ક્રમ મંત્રીઓની હડતાલના કારણે ગ્રામ પંચાયત લેવલે કરવેરા વસુલાત પણ ઠપ લઇ ગયા છે.

પંચાયત કર્મચારી મંડળના પગાર, લાઇટબીલ વિગેરે તથા ગ્રામ પંચાયતના આકસ્મિક ખર્ચ માટે પણ હાલમાં નાણાંકીય ખલેલ  તાલુકાઓમાં એ.ટી.વી.ટી, વિવેકાધીન, એમ.પી. ફંડ એમ એલ એ ફંડ તથા ૧૫મું નાણાપંચ વિગેરે યોજનાઓ અંતર્ગત કરવામાં આવતા તમામ પ્રકારના વિકાસના કામો હાલમાં ઠપ ,આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી  દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ હર ઘર તિરંગાની કાર્યક્રમ કરવામાં પણ તલાટી કમ ગ્રામ્ય લેવલે આ કામગીરી અંગેની સુચારુ વ્યવસ્થા થઇ શકેલ નથી. ગામોમાં નલ સે જલની કામગીરીમાં પણ સમચસર ચુકવણા ન થવાને કારણે કામગીરી અટકી પડેલ છે ગ્રામ્ય લેવલે વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓના મકાનો પૂર્ણતાને આરે બ્રેક આવાસ યોજના ના બીજો તથા ત્રીજો હપ્તો મેળવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે આવા પ્રકાર ની મુશ્કેલીઓ ગામા પડતી હોવાને કારણે મોટી સંખ્યા સરપંચો હજાર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Related Articles

Back to top button