ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ, નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પો.ઇન્સ. શ્રી એ.જી.રાઠોડ, એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. એસ.જે.ચાવડા તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા આ.હે.કો.સનતકુમાર તથા આ.હે.કો.કમલેશસિંહ તથા ટે.ઓ./એ.એસ.આઇ સચિન તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઇ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો.વિજયકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી છે..
ઉપરોક્ત ટીમના માણસો તા.૧૭/૦૨/૨૦૨૪ નારોજ હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો શુકલજીતસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, “એક ઇસમ ગુલાબી કલરની ગોળ ગળાવાળી આંખી બોયની ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જેણે હિંગટીયા પ્રાથમિક શાળાના બાલવાટીકા રૂમમાંથી ઇન્ફિનિક્સ હોટ-૧૦ કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ છે અને હિંમતનગર ટાવર રોડ નવા બજારમાં આવેલ દુકાનો પાસે તેને વેચવાની ફિરાકમા ફરે છે”
જે બાતમી હકિકત આધારે બાતમી હકીકત વાળો ઇસમ મળી આવતાં નામઠામ પુછતાં તેણે પોતાનું નામ રાહુલભાઇ સ/ઓ હરિભાઇ લુકાભાઇ પારઘી ઉ.વ.૧૯ રહે.હિંગટીયા પ્રાથમીક શાળાની બાજુમાં તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ અને તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી એક ઇન્ફિનિક્સ હોટ-૧૦ કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે સંબંધમાં પુછતાં કોઇ સંતોષકારક જવાબ ન આપતાં મોબાઇલના IMEI નંબર આધારે રેકર્ડે તપાસ કરતાં ખેરોજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર. નંબર-૧૧૨૦૯૦૦૩૨૪૦૦૬૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૫૪.૪૫૭,૩૮૦ મુજબના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન હોવાનું જણાઇ આવ્યું હતું.
આરોપી રાહુલભાઇ સ/ઓ હરિભાઇ લુકાભાઇ પારઘી ઉ.વ.૧૯ રહે.હિંગટીયા પ્રાથમીક શાળાની બાજુમાં તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વાળાને સી.આર.પી.સી. કલમ.૪૧(૧)ડી મુજબ અટક કરી ઘરફોડમાં ગયેલ મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ.૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ .સ્ટેશન. ખાતે સોપેલ છે.




