sabarkathaराष्ट्रीय
ક્ષત્રિય વિવાદઃ આગેવાનો પહોંચે તે પહેલાં પોલીસે વિરોધીઓની અટકાયત કરતાં હોબાળો…
ક્ષત્રિય વિવાદઃ આગેવાનો પહોંચે તે પહેલાં પોલીસે વિરોધીઓની અટકાયત કરતાં હોબાળો...
સાબરકાંઠામાં એક યા બીજા કારણોસર વિરોધ-દેખાવો સતત ચાલી રહ્યાં છે. અગાઉ ભાજપના સ્થાનિક ઉમેદવારની પસંદગીને લઇને વિવાદ સર્જાયો તો હવે ભાજપના જ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા અપમાનને લઇને જિલ્લામાં પણ વિરોધ ચાલી રહ્યો છે.વડાલી બાદ હવે દેધરોટોમાં વિરોધ થયો છે.
વિગતે જોઇએ તો, હિંમતનગરના દેધરોટા ગામે પોલીસે ક્ષત્રિય સમાજના કાર્યકરોની અટકાયત કરી હતી..અને પોલીસે અટકાયત કરતા હોબાળો મચી ગયો હતો. ભાજપ ઉમેદવાર શોભના બારૈયા દેધરોટા ગામમાં લગ્ન પ્રસંગે હાજરી આપવાના હતા અને હિંમતનગર ધારાસભ્ય સહિત ભાજપ ઉમેદવાર દેધરોટા ગામમાં પહોંચે તે પહેલા જ વિરોધ કરનારાઓની અટકાયત કરી દેવામાં આવી હતી..આમ લગ્ન પ્રસંગમાં જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.




