खेल जगतराष्ट्रीय

જાણો, આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક કેટલા કરોડમાં વેચાયો..

સ્ટાર્ક વિચારે છે કે 25 કરોડમાં વેચાયો તો કંઇક ટ્રોફી તો જીતના પડેંગી....વર્ના...ખેલ ખતમ...

આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી  મિચેલ સ્ટાર્ક બન્યો છે. અધધ કહી શકાય એટલા 24.75 કરોડમાં એક રીતે જોઇએ તો 25 કરોડ કે પા અબજમાં  કોલકત્તાએ તેને ખરીદી લીધો છે. આટલો મોંઘો ખેલાડી કેકેઆરને ટ્રોફી જીતાડી શક્શે..? દરમ્યાન અત્યાર સુધી આઇપીએલ ઓક્શનમાં શું કોણ કેટલામાં વેચાયું તેના પર એક નજર….

-વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

-સાઉથ આફ્રિકાના ખેલાડી રાઇલી રુસોને પહેલા રાઉન્ડમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. રૂસોની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

-ઈંગ્લેન્ડના યુવા ખેલાડી હેરી બ્રૂકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુક ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. બ્રુકની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

-ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ઓપરન ટ્રેવિસ હેડ (Travis Head) સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

-ભારતીય ક્રિકેટર કરુણ નાયર, મનીષ પાંડે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટર સ્ટીવ સ્મિથ IPL 2024ની હરાજીમાં અનસોલ્ડ રહ્યા હતા. બંને ખેલાડીઓની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

-ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને ચૈન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિનની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.

-ગુજરાત ટાઈટન્સે 50 લાખ રૂપિયામાં અફઘાનિસ્તાની ક્રિકેટર અઝમતુલ્લા ઓમરઝાઈને ખરીદ્યો હતો.

-ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સ પર IPLની હરાજીમાં રૂપિયાનો વરસાદ થયો છે. વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનને હૈદરાબાદની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPLના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

-પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.

-ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

-ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વોક્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

Related Articles

Back to top button