
અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ શામળાજી મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ થઇ છે. 22મીએ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન રામની થીમ પર રંગોળી બનાવવામાં આવી છે.મંદિર પરિસરમાં ભગવાન રામ-લક્ષ્મણ અને શબરીની મનોહારી અને ન્યનરમ્ય રંગોળી બનાવાઈ છે.
વિગતે જોઇએ તો, શામળાજી આર્ટ્સ કોલેજ, DHSI કોલેજ તેમજ MSW કોલેજના વિર્ધાથીઓએ રંગોળી બનાવી છે. અંદાજે 200થી વધુ વિર્ધાથીઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આઆવી છે.
આમ એમ કહી શકાય કે, 22મીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે. 22મી જાન્યુઆરી સુધી તમામ ધાર્મિકસ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગોનો શણગાર કરવામાં આવ્યો છે.




