આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરથી નદીનાં ઘાટ સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાંથી જળયાત્રા મુખ્યયાત્રા ગણાય છે. સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.
ગંગાપૂજન પછી 108 કળશમાં જળનો સંગ્રહ થશે. 108 કળશનાં જળ દ્વારા ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભગવાન ભક્તોને દર્શન આપ્યા હતા. તેમજ જળયાત્રા માટે સુશોભિત ગજરાજો જળયાત્રામાં સામેલ થશે. બપોર બાદ મોસાળવાસીઓ દ્વારા ભગવાનનું સરસપુર પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ બપોર બાદ ભગવાન સરસપુર પહોંચ્યા હતા.
ભગવાન જગન્નાથજીની જળયાત્રા પરત મંદિરે ફરી હતી. 108 કળશ ભરી ભૂદરનાં આરેથી જળ લવાયું હતુ. ભગવાનનો 108 કળશમાં લવાયેલા જળથી અભિષેક કરાયો હતો. તેમજ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયા બાદ ભગવાન જગન્નાથજીની શોડષોપચાર પૂજા થઈ હતી. ગજવેશમાં ભગવાનનાં દર્શન થયા હતા. તેમજ બપોર બાદ ભગવાન જગન્નાથજી મોસાળમાં જશે.
ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ પૂર્વે પરંપરાગત રીતે જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે. હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી.




