राष्ट्रीयદહેગામ

ચેતક કમાન્ડો કેમ્પમાં ભામાશાએ મહાઆરતીને લ્હાવો મેળવ્યો…! જય માતાજી…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ……

ગાંધીનગર જિલ્લાના મગોડી ખાતે ચેતક કમાન્ડો કેમ્પમાં નવરાત્રી મહોત્સવની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં  આવી હતી. જેમાં મા મહાકાળી માતાના ઉપાસક શ્રી રોહિતજી ઠાકોરે 18000 આપીને માતાજીની આરતી ઉતારી હતી અને આરતીનો લ્હાવો મેળવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના મગોડી ખાતે આવેલા ચેતક કમાન્ડો કેમ્પમાં નવરાત્રી મહોત્સવની કંઈક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જુદી જુદી વેશભૂષા કાર્યક્રમો અને નવીન કપડામાં સજ્જ બનીને આવેલા યુવાન યુવતીઓ કોઈ અલગ રીતે જ ગરબાની રમઝટ માણતા જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં આયોજક દ્વારા દહેગામ ખાતે છેલ્લા 15 વર્ષથી સ્થાનિક રહીને દહેગામ તાલુકાના જનતાની સેવામાં કરવામાં ક્યાંય પાછી પાની કરી નથી એવા સેવાભાવી દાતા શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર કે જેઓ  ભામાશા તરીકે જાણીતા છે તેમણે માં અંબા માતાના ચોકમાં જઈને માતાના ચરણોમાં શીશ નમાવીને આર્શીવાદ લીધા હતા.

આયોજકો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાવી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી રોહિતજી ઠાકોર ભામાશા એ માતાજીના પ્રસાદી રૂપે આયોજકોની 18000 રૂપિયાનું દાન આપીને સૌના દિલ જીતી લીધા હતા અને મહાકાળી માતાજીની જય બોલાવીને આયોજકોએ રોહિતજીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

Related Articles

Back to top button