sabarkathaराष्ट्रीय

જય ભીમઃ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા નવા વર્ષે સ્નેહ મિલન સંમેલનનું આયોજન…

જય ભીમઃ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા નવા વર્ષે સ્નેહ મિલન સંમેલનનું આયોજન...

સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષે સ્નેહ મિલન સંમેલન હિંમતનગર સરકીટ હાઉસ ખાતે યોજાયુ હતું.

આ સંમેલનમાં જિલ્લા મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન કરી નવા વષઁની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી દેવેનભાઈ વમાઁ, જિલ્લા મહામંત્રીશ્રીઓ વિજયભાઇ પંડ્યા, મહેન્દ્રસિંહજી રહેવર, પ્રભારીશ્રી કેવલભાઈ વણકર, પ્રદેશ મોરચા  ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર, ભગવાનદાસ પરમારે નવા વષઁની શુભેચ્છાઓ પાઠવી સંવિધાન પખવાડીયાની ઉજવણી અંતર્ગત માગઁદશઁન આપ્યું હતું.

આ કાયઁક્રમમાં મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, રમેશભાઈ વણકર, હષાઁબેન વણકર, ડો. આર.ડી.પરીખ, કૃષ્ણવદનભાઈ પરમાર તથા હોદ્દેદારો , કાયઁકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Back to top button