राष्ट्रीय

આવ રે વરસાદ.. બે દિવસ પડશે અતિ ભારે વરસાદ…! જાણો ક્યા ક્યા જિલ્લાઓ છે….

આવ રે વરસાદ.. બે દિવસ પડશે અતિ ભારે વરસાદ...! જાણો ક્યા ક્યા જિલ્લાઓ છે....

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે (27 જૂન) ભરૂચ, સુરત, રાજકોટ, જામગર, પોરબંદર, જુનાગઢ, અમરેવી ભાવનગર, ગીરસોમનાથ, મોરબી, દ્વારકામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે આજે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દણણ, દાદરા નગર હવેલી તથા સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપાવમાં આવ્યું છે.

આ સાથે મોસમ વૈજ્ઞાનિકે શુક્રવાર (28મી જૂન) માટે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

શુક્રવારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દણણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેવી ભાવનગ, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, 29મી તારીખે તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની આગાહી છે.

આ સાથે હવામાન વિભાગે ચોથા દિવસ માટે એટલે કે, 30મી તારીખ અને રવિવારે ભરૂત, સુરત, નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચમા દિવસે (1 જુલાઇ) અને સોમવારે ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Related Articles

Back to top button