ગાંભોઇ પોલીસ મથકમાં ગરબડઝાલા…? વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ..માંગો તે મળે..!
ગાંભોઇ પોલીસ મથકમાં ગરબડઝાલા...? વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ..માંગો તે મળે..!
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું વેચાણ ગામમાં અને આસપાસના ગામડાઓમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે
ગાંભોઈ. હરસોલ ચોકડી. ઢુંઢર વાવ. અને ગાંભોઈ ગામે ખુલ્લેઆમ દેશીદારૂ બીટ જમાદારની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાઈ રહ્યો છે ગાંભોઈ પુનાસણમાં તો ઈંગ્લીશ દારૂની તમને જે બ્રાન્ડ જોતી હોય એ પણ ઘરબેઠે મળી જાય તેમ છે…!
અને આના હપ્તા કોની પાસે જઈ રહ્યા છે…? વહીવટદારોને….? ખબર છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે
આમાં ગાંભોઈના આજુબાજુ વિસ્તારના લોકોમાં ચર્ચા થઈ રહી છે એ આ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પોલીસ સ્ટેશન આપીને મોટી ભૂલ કરી છે. આવા લોકોને પોલીસ સ્ટેશન ના અપાય, કે જે પોતાનું વિસ્તારનું અને વિસ્તારના લોકોનું સારુ વિચારી ના શકતા હોય એવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બનવાનો કોઇ નૈતિક અધિકાર નથી….એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે
સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ એક ઈમાનદાર અને કડક મિજાજના અધિકારી છે. તો શું ગાંભોઈની જનતાને ન્યાય આપશે કે પછી આવા કથિત હપ્તાખોરોને નો સાથ આપશે..? એ તો સમય બતાવશે…




