राष्ट्रीय

મોદી હૈ તો મુમકીન હૈઃ દેશભરમાં ગરીબોને મહિને 300 યુનિટ વીજળી મફત મળશે…

મોદી હૈ તો મુમકીન હૈઃ દેશભરમાં ગરીબોને મહિને 300 યુનિટ વીજળી મફત મળશે...

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024- 25 માં ટેક્સની આવક રૂ. 26.02 લાખ કરોડ થશે, સરકાર નાણાકીય વર્ષ 25 માં માર્કેટમાંથી કુલ રૂ. 14.13 લાખ કરોડ લોનપેટે ઉધાર લેવાશે. રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે.

 મહિને 300 યુનિટ વીજળી મફત મળશે…

કોરોના કાળમાં પડકાર છતાં કેન્દ્ર સરકારે ગરીબોને મકાનો આપ્યા હોવાનું નાણાંપ્રધાને જણાવ્યુ, તેમણે કહ્યુ કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ.  રૂફટોપ સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. અને ગરીબોને મહિને 300 યુનિટ વીજળી મફત આપશે.  પીએમ મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ રૂફટોપ સોલારની  જાહેરાત કરી હતી.

આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનશે…

આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાની બજેટમાં જાહેરાત કરી છે.  નાણામંત્રીએ 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની ગણતરી કરી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.

નાણાંપ્રધાને કહ્યું કે સરકાર શાસન, વિકાસ અને કામગીરી પર ધ્યાન આપી રહી છે. મોદી સરકાર સિટીઝન ફર્સ્ટ પર ધ્યાન આપી રહી છે. મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. દેશના લોકો સારી કમાણી કરી રહ્યા છે. યોજનાઓ સમયસર લાગુ કરવામાં આવી રહી છે.

પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે…

પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓ પર સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે. નાણામંત્રી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના અમારા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે…

ભારતમાં ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે.

મોદી સરકારના વચગાળાના બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે પણ જાહેરાત કરવામાં આવી છે. રક્ષા ખર્ચમાં  11.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

નાણાંમંત્રીએ બજેટમાં રેલવે અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ભારતમાં ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો પણ કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં…

ભારતના આવકવેરામાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં આવકવેરા ભરનારાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. 7 લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. રિફંડ પણ ઝડપથી જારી કરવામાં આવે છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે. 10 વર્ષમાં આવકવેરાની વસૂલાત ત્રણ ગણી વધી છે.  ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 2025-2026 સુધીમાં ખાધમાં વધુ ઘટાડો થશે. પહેલા ઇન્કમ ટેક્સ રિફન્ડ 90 દિવસમાં આવતુ હતુ, હવે માત્ર 10 દિવસમાં આવે છે.

એરલાઇન કંપનીઓએ 1000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો…

ભારત દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે. ટિયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં એર કનેક્ટિવિટી વધી છે. ફ્લાઇટ પ્લાનિંગ દ્વારા. 517 નવા રૂટ દ્વારા 1.3 કરોડ મુસાફરો તેની સાથે જોડાયા છે. ભારતીય એરલાઇન કંપનીઓએ 1000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,  ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે…

બજેટમાં જણાવવામાં આવ્યુ કે ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના બનાવવામાં આવશે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે. ઝડપી વિકાસ માટે નવી આર્થિક નીતિઓ બનાવવામાં આવી રહી છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મત્સ્ય યોજના 55 લાખ નવી નોકરીઓ આપશે.

લખપતિ દીદી યોજના…

નાણામંત્રીએ કહ્યું, લખપતિ દીદી યોજનાને પ્રમોટ કરવામાં આવશે. તેમની  સંખ્યા 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ભારતમાં વધુ 3 કરોડ મહિલાઓ લખપતિદીદી બનશે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

સૌર ઉર્જા અને ગરીબોના ઘર…

કોરોના કાળમાં પડકાર છતાં કેન્દ્ર સરકારે ગરીબોને મકાનો આપ્યા હોવાનું નાણાંપ્રધાને જણાવ્યુ, તેમણે કહ્યુ કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ.  રૂફટોપ સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આ જાહેરાત કરી હતી.

ભારતની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે…

નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું, ભારતની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છીએ..

 તેમણે બજેટ ભાષણની શરુઆતમાં જણાવ્યુ કે, સરકાર સૌનો સાથ સૌના વિકાસ પર કામ કરી રહી છે.ઘર, પાણી, વીજળી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં દરેક વર્ગનો વિકાસ થઇ રહ્યો છે. લોકોને સશક્ત બનાવવા માટે કામ થઇ રહ્યુ છે.ગ્રામીણ વિકાસ માટે ઝડપથી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવક વધી છે.

Related Articles

Back to top button