राष्ट्रीयઅરવલ્લી

બીજુ કાંઇ નહીં તો ભણતર માટે તો અજુના બાઠીવાડા ગામનો રસ્તો પાકો બનાવો…!

રિપોર્ટર:જયદીપ ભાટીયા....

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ એવા અજુના બાઠીવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂરીવશ કાદવ-કીચડ વાળા  રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક તરફ ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના અજુના બાઠીવાડા ગામે ભગત ફળિયા વિસ્તારમાં આઝાદી પછી ક્યારેય પણ પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.

 આ રસ્તો હાલ પણ કાદાવ કીચડથી ખદબદે છે,  પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે ત્યારે લોકોએ આવા ગંદકી વાળા રસ્તમાંથી  પસાર થવું પડે છે. સૌથી વધારે દયનીય પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓની  થાય છે આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કીચડ વાળા રસ્તે અભ્યાસ માટે જવું પડે છે. આ રસ્તે પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય છે.  શાળાએ જવા અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ના હોવાથી આવા ખરાબ રસ્તે નાના ભૂલકાઓને જવું પડે છે. સ્થાનિકો અને વાલીઓએ અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી

પરિણામે હાલ આવા પાણીજન્ય મચ્છરોના ઉપદ્રવમાં થઈને વિદ્યાર્થીઓને દયનીય હાલતમાં અભ્યાસ માટે જવું પડે છે બહુ નાના વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં વાલીઓ બેસાડીને શાળાએ મુકવા જાય છે. શું આ રીતે ભણશે ગુજરાત….?  ગ્રામજનો અને વાલીઓની માગ છે કે સુવિધા સભર ભણતર માટે અજુના બાઠીવાડા ગામનો રસ્તો પાકો બને એવી માગ છે.

Related Articles

Back to top button