राष्ट्रीय

ઐતિહાસિક ક્ષણઃ મોદીજીએ જૂતા ઉતારીને રામ લલ્લાના દર્શન કર્યા…..

ઐતિહાસિક ક્ષણઃ મોદીજીએ જૂતા ઉતારીને રામ લલ્લાના દર્શન કર્યા.....

500 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીરામનો સૂર્યાભિષકે થયો હતો .આજે રામનવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાંઆસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ એક અદ્ભુત ક્ષણ હતી.ત્યારબાદ સમગ્ર મંદિર પરિસર રામનામથી ગુંજી રહ્યુ હતું.  જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા.

તેમણે વિશ્વભરના રામભક્તોને આગ્રહ કર્યો હતો કે તેઓ આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બને.પ્રધાનમંત્રી મોદીએ આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબલેટ દ્વારા જોયો હતો. તેમજ આ વીડિયો જોઈને તેઓ શ્રદ્ધા સાથે ભાવુક દેખાયા હતા.વડાપ્રધાન મોદી એ સોસિયલ મીડિયા માં શેર કર્યું હતું કે- નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો લહાવો મળ્યો…….

શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક જોતા પહેલા હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પગરખા ઉતાર્યા અને સંપૂર્ણ આદર સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામને હૃદય પર હાથ રાખીને અને માથું નમાવીને નમન કરતા જોવા મળ્યા હતા.

Related Articles

Back to top button