sabarkathaराष्ट्रीय

વેપારીને લુંટી લેનાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

વેપારીને લુંટી લેનાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

હિંમતનગર શહેરમાં ગઇ તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ વહેલી સવારના તેલના વેપારી એકટીવા પર જતા હોઇ જેને રોકીને તેની પાસેથી રોકડા.રૂ.૬,૧૫,૨૪૦/-ની લુંટ કરી ત્રણ ઇસમો નાસી ગયા હતા જે સંબધે નાયબ પોલીસ મહાનીરીક્ષક  વિરેન્દ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ  સાબરકાંઠા હિંમતનગર દ્રારા સાબરકાંઠા જીલ્લામા મિલ્કત સંબધી ચોરી/લુંટના અનડીટેક્ટ ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલ  ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સબ ઇન્સ. કે. યુ. ચૌધરી, તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામા વોચ તપાસમા રહી કાર્યરત રહેલ છે.

જે સંબધે હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ નંબર- ૧૧૨૦૯૦૫૬૨૪૦૫૫૩/૨૦૨૪ ઇ પી કો કલમ -૩૪૧.૩૯૪.૩૯૭.૧૨૦બી, ૩૪ તથા જીપીએક્ટ કલમ-૧૩૫ મુજબના કામે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. ટી. ઉદાવત સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. કે. યુ. ચૌધરી, તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓની ટીમ બનાવી લુંટના ગુનાને અંજામ આપનાર આરોપીઓ કરણ શાન્તીલાલ ડામોર રહે. લાકોડા, બાયડી પાસે તા.ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન તથા જીતુ સાકળચંદ ખરાડી રહે કાકરા ડુંગરા તા ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન તથા અને નીવાસ બંસીલાલ અહારી રહે જાયરા ટેબરન ફળીયુ તા. ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન, નામવાળા ઇસમો રાજસ્થાનના હોવાની બાતમી મળી હતી.

આ ઇસમો  લૂંટ કરી રોકડા રૂપીયા લઇ નાસી ગયેલ હોય જેઓને પકડવા સારૂ તા.૧૪/૦૬/૨૦૨૪ના રોજ અત્રેના હિંમતનગર બી ડીવીઝન પોલીસ સટેશન ખાતેથી રાજસ્થાન ખાતે ટીમ રવાના કરેલ અને રાજસ્થાન ખાતે ઉપરોક્ત આરોપીઓ પૈકી નિવાસ બંસીલાલ અહારી રહે જાયરા ટેબરન ફળીયુ તા ખેરવાડા જીલ્લો ઉદેપુર (રાજસ્થાન) વાળાને પકડવામાં સફળતા મળેલ છે. અને લૂંટમાં ગયેલ રોકડ રકમ રીકવર કરવા તથા સહ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે.

આમ, હિમતનગર શહેરમાં બગીચા વિસ્તારમાં વહેલી સવારના તેલના વેપારીને માર મારી ઇજા કરી લૂંટ કરેલ આરોપીને પકડી પાડી હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પ્રશંશનીય કામગીરી કરેલ છે.

આ કેસમાં કામગીરી કરનાર અધીકારી / કર્મચારીઓમાં (૧) આર ટી ઉદાવત પો.ઇન્સ (૨) કે યુ ચૌધરી પો સબ ઇન્સ (૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ (૪) આ.પો.કો.હરપાલસિંહ જશવતસિંહ અને (૫) ડ્રા.આ.પો.કો.વૈભવસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button