sabarkathaराष्ट्रीय

છ મહિનાની સજા પામેલા આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ…..

છ મહિનાની સજા પામેલા આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ.....

નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ  સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલ ના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર આર ટી ઉદાવત તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે..

તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ  સુચના મુજબ ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા ડી સ્ટાફ ના અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇસમ જે હિંમતનગરના ચોથા એડી.જ્યુડી.મેજી.ફ.ક કોર્ટમા ધી નેગો એક્ટ કલમ૧૩૮ મુજબના ૨૦૨૨થી છ મહિનાની સજા પડેલ છે અને  જેનુ નામ જીપાલ રામભાઇ પઢીયાર છે અને  રહે.મહાકાળી મંદિર પાછળ જિલ્લાપંચાયત ઓફીસ ની બાજુમા શંક્તીનગર હિંમતનગરમાં છે, જેણે બદને સફેદ કલરની ટીશર્ટ પહેરેલ છે તે હાલમા બસ સ્ટેશન નજીક બ્રીજ પાસે ઉભો છે.

જેથી તાત્કાલીક તે જગ્યા ઉપર પહોચી તે જગ્યાએ ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભો હોય તેને અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ પકડી તેનુ નામઠમ પુછતા જીપાલ રામભાઇ પઢીયાર રહે.મહાકાળી મંદિર પાછળ જિલ્લાપંચાયત ઓફીસ ની બાજુમા શંક્તીનગર હિંમતનગર નો હોવાનું જણાવતા તેને પકડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ સને ૨૦૨૨થી છ મહિનાની સજા પડેલ નાસતા ફરતા આરોપીને પકડવામા હિંમતનગર “બી” ડીવીજન પોલીસના સ્ટાફ ધ્વારા પ્રશંશનીય કામગીરી કરેલ છે.

Related Articles

Back to top button