sabarkathaराष्ट्रीय

ચૂંટણી અધિકારી નશાની હાલતમાં ઝડપાયો….હે રામ…આ ચૂંટણીનું શું થશે…!

ચૂંટણી અધિકારી નશાની હાલતમાં ઝડપાયો....હે રામ...આ ચૂંટણીનું શું થશે...!

સાબરકાંઠામાં કેઇ શિક્ષક નશાની હાલતમાં ઝડપાય છે તો કોઇ વાહન ચાલક નશાની હાલતમાં મળી આવે છે પણ નવાઇ પમાડે તેમ લોકસભાની ચૂંટણી સાથે સંકળાયેલા એક અધિકારી નશાની હાલતમાં ઝડપાય તો ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કેમ થશે..?!

વિગતે જોઇએ તો, ખેડબ્રહ્મામાં પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં પકડાતા હલચલ મચી ગઇ હતી..ચૂંટણીની કામગીરીને લઈ ખેડબ્રહ્મા શાળામાં પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી હતી. તે દરમ્યાન વિજયનગરના વજેપુરના મોતીલાલ કુગહાજી બોડાત નામનો અધિકારી  નશાની હાલતમાં ઝડપાયો હતો….

આ અંગે ખેડબ્રહ્મા SDM અધિકારીએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે આવીને કાર્યવાહી કરી છે.. પોલીસે શિક્ષકની તપાસ કરતા તે નશાની હાલતમાં બબડાટ કરતો અને લથડીયા ખાતાની હાલતમાં ઝડપાયો હતો….

આ અધિકારી બ્રેથ એનેલાઇઝરથી આલ્કોહોલ ટેસ્ટ કરતા 0.17 ટકા આલ્કોહોલ આવતા ખેડબ્રહ્મા પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Back to top button