sabarkathaराष्ट्रीय

હળાહળ કળજુગ..અભ્યમની ટીમ પણ વ્યથિત બની, માતાને લાતો મારીને કાઢી મૂકી..!

હળાહળ કળજુગ..અભ્યમની ટીમ પણ વ્યથિત બની, માતાને લાતો મારીને કાઢી મૂકી..!

અભયમ 181ને હિંમતનગર સીટીનો જે એક કેસ મળ્યો તે સમગ્ર સમાજ માટે શરમજનક કહી શકાય તેમ છે. હેલ્પલાઇનને કોલ મળ્યો કે એક વૃધ્ધ મહિલાને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી છે. હેલ્પલાઇનની ટીમ જ્યારે બનાવના સ્થળે પહોંચી ત્યારે તેઓ એ વૃધ્ધ માતાની વેદના સાંભળીને ચોંકી ગયા હતા.

બબ્બે દિકરા હોવા છતાં દિકરીની વહુઓને કારણે તેમણે પોતાની જનેતાને કે જેમણે જન્મ આપ્યો એ માતાને  ઘરમાં મારકૂટ અને લાતો મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો એ દિકરાઓને શું કહેવું..?

એટલુ જ નહીં જે વહુઓએ પોતાની સાસુને લાતો મારી ગાળો આપી ઘરમાંથી કાડી મૂકી એ વહુઓને પણ કાલે ઉઠીને આવી જ વહુઓ મળશે તો શું થશે..? એનો પણ વિચાર કર્યો નથી.

ટીમે પહોંચીને માતાની વેદના સાંભળીને ભારે દુખ થયું અને તેમના દિકરાને કાયદાનું ભાન કરાવીને  એ પિડિત માતાને તેમના સંબંધીને ત્યાં અમદાવાદ મૂકવામાં આવ્યાં અને સમાધાન કરાવેલ છે.

Related Articles

Back to top button