મેટ ગાલા ફેશન શોમાં ગુજરાતી મોના પટેલનો જાદુ છવાયો…….
મેટ ગાલા ફેશન શોમાં ગુજરાતી મોના પટેલનો જાદુ છવાયો.......
ફેશન જગતની આ પ્રસિદ્ધ ઇવેન્ટ મેટ ગાલામાં ભારતીય સુંદરીઓએ તેમના ગ્લેમરસ દેખાવ ઉપરાંત સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હલચલ મચાવી હતી. જેમાં અભિનેત્રી હોય કે બિઝનેસ વુમન, દરેકની સુંદરતા જોવા જેવી હતી. ભારતીય માનુનીઓએ વિદેશી ધરતી પર પોતાના દેખાવ અને સ્ટાઈલથી ગ્લેમરની દુનિયાને આંજી દીધા હતા, સૌ કોઈ ગુજરાતની સૌથી ચર્ચિત ફેશન ઉદ્યોગસાહસિકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ફેશન જગતની આ ઇવેન્ટનું આયોજન દર વર્ષએ મે મહિનાના પહેલા સોમવારે થતું હોય છે, જે ‘MET MONDAY’તરીકે ઓળખાય છે. અહીં લોકો બોલિવૂડ અભિનેત્રીના લુકની રાહ જોઇ રહ્યા હતા અને કેટલાક લોકો કઇ બિઝનેસ વુમન એન્ટ્રી લેશે તે જાણવા ઉત્સાહિત હતા. એ સમયે ગૂજરાતી મોના પટેલની એન્ટ્રી થઇ હતી. આલિયા ભટ્ટ અને ઇશા અંબાણીની જેમ તે પણ મેટ ગાલામાં છવાઇ ગઇ હતી.મોના પટેલ વ્હાઈટ કાર્પેટ પર આવતા જ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
ગુજરાતના વડોદરામાં રહેલી મોના પટેલ એક ભારતીય ફેશન એન્ટરપ્રિન્યોર, ઈનવેસ્ટર છે. મોનાએ પોતાનું સપનું પૂરું કરવા માટે દેશ છોડી દીધો હતો વધુમાં મોનાએ રટગર્સ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાની ઉંમરે યુએસ ગયા હતા અને અંતે 2003 માં ત્યાં જ સ્થાયી થયા હતા. તેમણે ઉદ્યોગસાહસિક તરીકેની કારકિર્દી બનાવી છે. ધીમે ધીમે તેમણે એક મિલિયન ડોલરનું સામ્રાજ્ય બનાવી દીધું છે.




