sabarkathaराष्ट्रीय

નવી પેઢીને માર્ગદર્શનઃ સમરસ કુમાર છાત્રાલય ખાતે છાત્ર સંવાદનો ભવ્ય કાયઁક્રમ યોજાયો…

નવી પેઢીને માર્ગદર્શનઃ સમરસ કુમાર છાત્રાલય ખાતે છાત્ર સંવાદનો ભવ્ય કાયઁક્રમ યોજાયો...

પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાની ચાલી રહેલી યોજના- છાત્રાવાસ સંપર્ક યોજના- અનુસાર આજે હિંમતનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે છાત્ર સંવાદનો ભવ્ય કાયઁક્રમ સાબરકાંઠા .જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા યોજાયો. હતો.

આ કાર્યક્રમમાં  સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના કમઁઠ પ્રમુખ રાજેશભાઇ પરમારે સરકારની વિવિધ યોજનાઓ, શૈક્ષણિક લાભો લઈ ભવિષ્યમાં કઈ રીતે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકાય તથા યુવાનોએ દેશના વિકાસમાં શું યોગદાન આપવુ જોઈએ એવા વિષયો પર ખુબ જ પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું.

આ કાયઁક્રમમાં મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, રમેશભાઈ વણકર તથા જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પાથઁભાઈ પરમાર, જે.વી.શ્રીમાળી,  હસમુખભાઇ તીરગર, અનિલભાઈ વણકર, મુકેશભાઈ પંડ્યા વગેરે હાજર રહેલ.સમગ્ર કાયઁક્રમનું સુંદર આયોજન છાત્રાલયના વોડઁન એમ.જી.મેમણ તથા સ્ટાફ મિત્રોએ કર્યું હતું.

Related Articles

Back to top button