राष्ट्रीयહિમતનગર

વીરપુર ગામે વણકર સમાજના ભવનનુ ભૂમિ પૂજન..

વીરપુર ગામે વણકર સમાજના ભવનનુ ભૂમિ પૂજન..

વણકર સમાજના ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિગતે જોઇએ તો,  સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગરના વિરપુર મુકામે યોજાયો હતો.

આ પ્રસંગે સૌપ્રથમ શશીકાંતભાઈ સોલંકી પ્રમુખશ્રી, સાબરકાંઠા /અરવલ્લી વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું  જેમાં તેઓએ ભવનના નિર્માણ માટેની રૂપરેખા આપી હતી.

ત્યારબાદ આ સમારોહમાં મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર તથા  પરમ પૂજ્ય  ધ.ધૂ.૧૦૦૮ મહામંડલેશ્વર આદરણીય શંભુનાથજી બાપુએ આ ભવન માટે જ્યાં પણ  જરૂર પડે ત્યાં મદદ કરવાની ખાત્રી આપી હતી આદરણીય વડીલ , પૂર્વ આરોગ્ય અને શિક્ષણમંત્રીશ્રી ડૉ. કરસનદાસ સોનેરી સાહેબે પણ સમાજ એક બનેની અપીલ કરી હતી.,…

Related Articles

Back to top button