sabarkathaराष्ट्रीय

ઘેરા પ્રત્યાઘાતઃ ઉમેદવાર નહીં બદલાતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા…

ઘેરા પ્રત્યાઘાતઃ ઉમેદવાર નહીં બદલાતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા...

શું સાબરકાંઠા બેઠકના ઉમેદવારને લઇને સર્જાયેલા અસંતોષને કારણે ભાજપના કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે..? આ સવાલનો જવાબ ત્યારે મળ્યો કે જ્યારે કોંગ્રેસના ઉમેદવારની હાજરીમાં  ભાજપના કાર્યકરો જોડાઇ ગયા..!

સાબરકાંઠા અરવલ્લી લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરીએ આજે  ભાજપના કાર્યકર્તા સાથે સંવાદ કર્યો હતો.. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારને લઇને કાર્યકર્તાઓમાં નારાજગી યથાવત્ છે ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં  તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેમ છે.

ખાસ કરીને ઈડર શહેરમા યોજાયેલ સંવાદ કાર્યક્ર્મમાં આ પ્રકાનો  ભરતી મેળો જૉવા મળ્યો, જેમાં ઈડર શહેરના બીજેપી કાર્યકર્તા વિમલસિંહ પરમાર પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે મોટી સંખ્યામા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. હતો. અને ત્યારબાદ લોકસભા સીટ સર કરવા કાર્યકરો સાથે સંવાદ કાર્યક્ર્મ યોજાયો હતો. એક રીતે જોતાં ભાજપ માટે આ એક નકારાત્મક બાબત હોવાનું ચર્ચાઇ રહ્યું છે…

Related Articles

Back to top button