sabarkathaराष्ट्रीय

અંબાજી નકલી ઘી મામલે જીસીએમએમએફને મળી ક્લિનચીટ

સાબરડેરીએ કહ્યું જીસીએમએમએફની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી .

સાબરડેરીના ઇન્ચાર્જ લેબોરેટરીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

હિંમતનગરઃ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબિકા ભોજનાલયમાં પ્રસાદ માટે મોહિની કેટરર્સ દ્વારા નકલી ઘી મામલે જીસીએમએમએફને સાબર ડેરી દ્વારા ક્લિનચીટ મળી છે. સાબરડેરીના ઇન્ચાર્જ લેબોરેટરીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબિકા ભોજનાલયમાં પ્રસાદ માટે મોહિની કેટરર્સ દ્વારા નકલી ઘીના લેબલ પર લખેલ અને માર્કાની વિગતો જ ખોટી છાપી હોઈ નકલી ઘી મામલાની સાબરડેરીના ઇન્ચાર્જ લેબોરેટરીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

યાત્રાધામ અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા હિંમતનગરના સાબરડેરીના અધિકારીને પ્રાથમિક રીતે ખ્યાલ આવ્યો હતો. જોકે ભોજનાલય માટે ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા ૧૫ કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન સાબરડેરીના બનાવટી લેબલ લગાવાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ પર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ ના હોવાથી અને મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવે છે.

નોંધનીય છે કે સાબર ડેરીએ તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં મોહિની કેટરર્સ અને અન્ય અજાણ્યા શખ્સો સામે હલકી ગુણવત્તાવાળા ઘીના પુરવઠો પૂરો પાડવા તથા તેને અમૂલ ઘી તરીકે ખોટી રીતે રજૂ  કરવાના મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અંબાજી મંદિરમાં ઉતરતી ગુણવત્તાયુક્ત ઘીનો પુરવઠો પાડવાના મામલે જીસીએમએમએફની કોઈ પણ પ્રકારે સંડોવણી નથી તેવું સાબરડેરી દ્વારા જણાવ્યું હતું.

Related Articles

Back to top button