sabarkathaराष्ट्रीय

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંભોઇ પોલીસ ટીમ……

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંભોઇ પોલીસ ટીમ......

વિરેન્દ્રસિંગ યાદવ સા. પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ. તથા  વિજય પટેલ,  પોલીસ અધિક્ષક સાબરકાંઠા-હિંમતનગર, નાઓએ સાબરકાંઠા જીલ્લામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી નેસ્ત-નાબુદ કરવા સારૂ કડક સુચના આપેલ હોય જે આધારે  એ.કે.પટેલ. વિભાગીય પોલીસ અધીક્ષક . હિંમતનગર ડીવીજન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર હિંમતનગર સર્કલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહી કેસો શોધી કાઢવા સારૂ ગાંભોઇ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ.રબારી નાઓને સુચના આપેલ છે.

જેથી ગાંભોઇ પોલીસ સબ ઇન્સ. નાઓએ પોલીસ સ્ટેશનના તમામ માણસોને પોતાના અંગત બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી પ્રોહિ ગુના શોધી કાઢવા સમજ કરેલ. જે અન્વયે આ.પો.કો. રાજેન્દ્રસિંહને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની હોન્ડા કંપનીની એમેજ કાર ગાડી નંબર જીજે-૨૭-એએ-૫૬૭૩માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન ભરી ભિલોડા બાજુથી બામણા ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર છે.

જે હકિકત આધારે પો.સ.ઇ. જે.એમ.રબારી, અ.હે.કો. મહેશભાઇ વાલજીભાઇ બ.નં.૮૪૧, આ.પો.કો. રાજેન્દ્રસિંહ જીતેન્દસિંહ બનં-૦૭૬૮, આ.પો.કો. અશ્વીનકુમાર કિર્તીભાઇ બ.નં.૦૮૪૫ નાઓ વોંચમાં હતા તે વખતે ઉપરોક્ત બાતમી વાળી ગાડી આવેલ જે ગાડીના ચાલકે રોડની સાઇડે થઇ ગાડી ભગાડેલ જેનો પીછો કરી આરોપી મનીષ રાજકુમાર ગોસ્વામી રહેઅમદાવાદને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ-૫૧૬ કિ.રૂ.૧,૩૬,૮૦૦/- તથા હોન્ડા કંપનીની એમેજ ગાડી નંબર જીજે-૨૭-એએ-૫૬૭૩ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મોબાઇલ નંગ- ૨ કિ.રૂ. ૩૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૪૦,૩૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

Related Articles

Back to top button