राष्ट्रीय

વાયુ સેનાના પૂર્વ વડા ભદૌરિયાને પણ ગમી કેસરી પાર્ટી ભાજપ…..ભારત માતા કી જય….!

વાયુ સેનાના પૂર્વ વડા ભદૌરિયાને પણ ગમી કેસરી પાર્ટી ભાજપ.....ભારત માતા કી જય....!

પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીની સદસ્યતા આપી.

આ દરમિયાન મંત્રી અનુરાગ ઠાકુર અને મહાસચિવ વિનોદ તાવડેએ બંને નેતાઓનું સ્વાગત કર્યું. અનુરાગ ઠાકુરે કહ્યું કે આરકે ભદૌરિયા અને વી પ્રસાદ રાવનું વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે પૂર્વ એર ચીફ માર્શલ આરકે ભદૌરિયા આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ખૂબ સક્રિય રહ્યા છે. અને હવે તેમનું યોગદાન રાજકીય વ્યવસ્થામાં રહેવાનું છે.

વી પ્રસાદ રાવ રાવ અંગે તેમણે કહ્યું કે પ્રસાદ રાવ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પના સ્વપ્નને સાકાર કરવા ભાજપમાં આવ્યા છે. સરકારના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. આ જ કારણ છે કે આરકે ભદૌરિયા સર જેવા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Related Articles

Back to top button