વન વિભાગઃ પક્ષીઓની વસ્તી ગણતરી માટે સાબરકાંઠામાં કુલ ૨૦ પોઇન્ટ્સ નક્કી કરાયા….
વન વિભાગઃ પક્ષીઓની વસ્તી ગણતરી માટે સાબરકાંઠામાં કુલ ૨૦ પોઇન્ટ્સ નક્કી કરાયા....

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી વન્યપ્રાણી, ગુજરાત રાજય, ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી અંદાજ વર્ષ ૨૦૨૩-૨૪ અન્વયે પ્રથમ ગણતરી તા.૧૬-૧૭ ડીસેમ્બર-૨૦૨૩, તા.૨૩-૨૪ ડીસેમ્બર-૨૦૨૩, તા.૩૦-૩૧ ડીસેમ્બર-૨૦૨૩ તેમજ દ્વિતિય ગણતરી તા.૨૧-૨૨ જાન્યુઆરી-૨૦૨૪ અને તા.૨૭-૨૮ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાબરકાંઠા જિલ્લા માટે સાબરકાંઠા વન વિભાગના (નોર્મલ) નાયબ વન સંરક્ષકશ્રીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.

જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં કુલ ૨૦ પોઇન્ટ્સ નક્કી કરવામાં આવેલ છે જે ગણતરીના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે શ્રી હર્ષ જે. ઠકકર, નાયબ વન સંરક્ષકશ્રી, સાબરકાંઠા વન વિભાગ હિમતનગરની ઉપસ્થિતીમાં હિંમતનગર તાલુકાના ગુહાઇ ડેમ, માંકડી ડેમ તેમજ હાથમતી ડેમ એમ કુલ ત્રણ પોઇન્ટ પર તા. ૨૩-૧૨-૨૦૨૩ ના રોજ પક્ષીવિદ શ્રી ઉદય વોરા સાહેબશ્રી, રિટાયર્ડ IFS), શ્રી રાજુભાઇ પટેલ, શ્રી એ.એમ.સિસોદીયા, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી રાયગઢ તેમજ તા.૨૪-૧૨-૨૩ના રોજ ખેડબ્રહ્મા તથા વડાલી તાલુકાના ધરોઈ ડેમ ખાતે વિવિધ ૭ પોઇન્ટ્સ પર પક્ષીવિદ શ્રી રાજુભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ નાયકર, મનોજ પાઇ, શ્રી એ.એલ. ભાટી, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ખેડબ્રહ્મા, શ્રી ટી.એમ. દેસાઇ, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વડાલી, તેમજ નોર્મલ અને વિસ્તરણ વિભાગના સ્ટાફ સહિત ગણતરીકાર અને વોલેન્ટીયર્સની ટીમ ધ્વારા આધુનિક સ્પોટીંગ સ્કોપ, બાયનોકયુલર્સ, DSLR કેમેરા, વિવિધ પ્રકારના કેમેરા લેન્સેસ, મર્લિન એપલીકેશનનું ઉપયોગ કરી પક્ષી અવલોકન કરવામાં આવ્યું છે તેમજ પક્ષી ઓળખ માટે E-Bird એપ્લિકેશનનો ઉપયોગ કરી સંખ્યા નોધવામાં આવેલ. તેમજ જાન્યુઆરી-૨૦૨૪ માં આખરી ગણતરી કરવામાં આવશે.




