અરવલ્લી પોલીસની લાજ બચી ગઇ. પોલીસ જાપ્તામાંથી ફરા ખૂંખાર આરોપીને આખરે અરવલ્લી પોલીસે તાબડતોડ નાકાબંધી અને બાતમીદારોને રાતોરાત કામે લગાડીને 24 કલાક પૂરા થાય તે પહેલાં આરોપીને પકડી પાડ્યો હતો. યાદ રહે કે આ મામલે ફરજમાં બેદરકારી માટે એક પીએસઆઇ અને 3 પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યાં છે. જેમની સામે કામ ચલાવીને જાપ્તામાંથી ફરાર થવા દેવા માટે કોઇ લેતી-દેતી થઇ છે કેમ તેની તપાસ થવી જોઇએ.
ભિલોડાના ડોડીસરાનો ગુજસીટોક જેવા ખતરનાક કાયદાનો કુખ્યાત આરોપી ગઇ કાલે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો અને તેના પગલે સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.આરોપી સૂકો ડુન્ડ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો.
પોતાની આબરૂ બચાવવા ભિલોડા પોલીસે મોડી રાત્રે આરોપીને તેના વતન ડોડીસરાથી ઝડપી પાડ્યો હતો. અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત સૂકો ડુન્ડ પેરોલ પર હતો. તે ભારે રીઢો ગુનેગાર હોવાથી 1 પીએસઆઇ અને 7 કોન્સ્ટેબલનો કડક બંદોબસ્ત હતો.
આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા ડીએસપીએ 1 પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. અને તપાસ હાથ ધરી હતી., જો કે 24 કલાક પૂરા થાય તે પહેલાં ખતરનાક આરોપી પકડાઇ જતાં અરવલ્લી જિલ્લા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
એમ કહેવાય છે કે જાપ્તામાંથી છટકીને આ ગુનેગાર પોતાની માશુકા પોતાની પ્રેમિકાને મળવા ગયો હોવાની પ્રાથમિક માહિતી હતી. જેના આધારે તાબડતોડ રેડ કરીને તેને ઘેરી વળીને પકડી પાડતાં પોલીસની આબરૂ બચી ગઇ છે. કેમ કે આ ઘટનાના પગલે અરવલ્લી પોલીસની ભારે ટીકા ટીપ્પણી થઇ હતી. અને અરવલ્લી પોલીસનો વારો કાઢી નાંખ્યો હતો.




