ચૂંટણીઓ આવી રહી છેઃ જિલ્લામાં ASI સહિત 100 પોલીસ કર્મીઓની સાગમટે બદલીઓ…
ચૂંટણીઓ આવી રહી છેઃ જિલ્લામાં ASI સહિત 100 પોલીસ કર્મીઓની સાગમટે બદલીઓ...
સાબરકાંઠા જિલ્લામાં પણ પોલીસના કર્મચારીઓમાં બદલીઓનો મોટો તબક્કો લાંબા સમય બાદ આવ્યો છે. જિલ્લામાં 100 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે મંગળવારે બદલીઓના આદેશ મોડી સાંજે જારી કર્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લામાં બદલીઓનો તબક્કો યોજાયો છે.
રાજ્યમાં પોલીસ અધિકારીઓનો બદલીઓનો તબક્કો શરુ થયો છે. PI અને PSI ની બદલીઓ બાદ હવે DySP, SP, DIG, IG સહિતના અધિકારીઓની એટલે કે GPS અને IPS અધિકારીઓની બદલીઓ થવાની તૈયારીઓ છે. આ દરમિયાન સાબરકાંઠા SP વિજય પટેલે મોટા પાયે જિલ્લામાં બદલીઓનો આદેશ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે 100 પોલીસ કર્મીઓની એક સાગમટે બદલીઓના આદેશ કર્યા છે.
ASI, HC, PC અને LR ની બદલીઓનો હુકમ મંગળવાર મોડી સાંજે કર્યો હતો. 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને બીડીએસ શાખાના પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. ટ્રાફિક શાખામાંથી 12 અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૩ સહિત ઇડરમાં 10 ની બદલી કરવામાં આવી છે. જેમાં 8 જેટલા ASI, 23 પોલીસ હેડ કોન્સ્ટેબલ, 63 પોલીસ કોન્સ્ટેબલ અને 6 લોક રક્ષક દળના સહીત 100 પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.




