sabarkathaराष्ट्रीय

ઇલેકશનઃ સાબરકાંઠા માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે…

ઇલેકશનઃ સાબરકાંઠા માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે...

સમગ્ર દેશનું રાજકારણ ચુંટણીની આસપાસ ફરી રહ્યું છે, એક તરફ દેશના વડાપ્રધાન દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના નામોની ઘોષણા કરી રહી છે. એવામાં કોંગ્રેસ પાર્ટી પણ આજે તેમના ઉમેદવારોના નમોની ઘોષણા કરવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને આવ્યા મહત્વના સમાચાર ,ગુજરાત કોંગ્રેસના ત્રણ ઉમેદવારને ફોન કરીને ઉમેદવારી માટેની જાણ કરી દેવામાં આવી છે. જો કે આજે જાહેર થનારી કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની શક્યતા નહિંવત છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત થશે.

લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે.

ગેનીબેન ઠાકોરે પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે. જો કે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022ની વિધાનસભામાં કોંગ્રેસે સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર ઉમેદવાર ઉતાર્યા હતા. આ વખતે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરની પસંદગીની શક્યતા છે. તો સાબરકાંઠા માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે.

Related Articles

Back to top button