ડબલ મર્ડર કેસઃ પુત્રવધુએ જ સોપારી આપીને કરાવી હત્યા….4 જ ણાંની ધરપકડ…
ડબલ મર્ડર કેસઃ પુત્રવધુએ જ સોપારી આપીને કરાવી હત્યા....4 જ ણાંની ધરપકડ...

સાબરકાંઠામાં આખરે હિંમતનગરની રામનગર સોસાયટીમાં થયેલ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલાયો છે અને પરિવારના સભ્યોએ જ સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.
વિગતે જોઇએ તો, પોલીસે જાહેર કર્યું હતું કે આ ગુનાનો ભેદ ચૂંક સમયમાં ઉકેલાઇ જશે અને તે મુજબ સાબરકાંઠા પોલીસે ગણતરીના સમયમાં ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલી બતાવ્યો છે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે, મરનારના પુત્રવધુએ તેના કિશોર વયના દીકરા સાથે મળીને કરી સાસુ-સસરાની હત્યા કરી હતી. અને કારણાં એવુ હતું કે, સાસુ-સસરા માનસિક ત્રાસ આપતા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
તેમણે હિંમતનગરમાં રહેલા હેત પટેલને 10 લાખમાં હત્યા કરવાની સોપારી આપી હતી. હત્યા બાદ પુત્રવધુએ લોહીના ડાઘ સાફ કરવાની કોશિશ કરતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે ઉલટ તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી હતી.પોલીસે ચાર આરોપીઓ પાસેથી 83.85 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા છે અને હજુ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને જેને સોપારી આપવામાં આવી તે કોઇ રીઢો ગુનેગાર છે કેમ, આ અગાઉ તેણે આ રીતે સોપારી લઇને કેટલી હત્યા કરી છે કેમ એના જવાબો શોધવામાં આવશે.




