राष्ट्रीय

#DonationForNationBuilding- જાણો મોદીજીએ ભાજપને કેટલુ દાન આપ્યું….

#DonationForNationBuilding- જાણો મોદીજીએ ભાજપને કેટલુ દાન આપ્યું....

દેશમાં લોકસભાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ ચૂંટણીલક્ષી વાતાવરણ સર્જાઈ ગયું છે. દરેક પાર્ટીએ લોકસભાની આગામી ચૂંટણી માટે પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. દરમિયાન ભાજપે આજથી એક વધુ નવું અભિયાન શરૂ કર્યું છે. તેનું નામ #DonationForNationBuilding છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓએ આજે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ શેર કરીને ભાજપને ડોનેશન આપ્યું હોવાનુ જણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ શેર કરવાની સાથે ડોનેશન કર્યાની રસીદ પણ શેર કરી અને લોકોને પણ આ અભિયાનમાં આગળ આવવા અને તેમને સમર્થન આપવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને આ અભિયાનમાં જોડાવા વિનંતી કરી છે.

પીએમ મોદીએ ભાજપના અભિયાન #DonationForNationBuilding માં રૂપિયા 2000 જમા કરાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરેલ પોસ્ટમાં કહ્યું કે હું ભાજપમાં યોગદાન આપીને ખુશ છું અને વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને મજબૂત કરી રહ્યો છું. પીએમએ સામાન્ય લોકોને આગળ આવવા અને ભાજપના આ ડોનેશન અભિયાનનો ભાગ બનવાનો અનુરોધ પણ કર્યો છે.

Related Articles

Back to top button