राष्ट्रीयદહેગામ

દેવકરણના મુવાડાઃ સેવા સહકારી મંડળીની ચૂંટણી ભારે હોબાળો, ચૂંટણી મોકૂફ રખાઇ..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ.....

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડામાં એક હોલમાં સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાતા આ ચૂંટણીમાં સભ્ય બાબતે હોબાળો થતા ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગ્રામ પંચાયત, પાવઠી મોટી ગ્રામ પંચાયત  મોતીપુરા ગ્રામ પંચાયત બારીયા ગ્રામ પંચાયત , બારડોલી ગ્રામ પંચાયત , અરજનજીના મુવાડા ગ્રામ પંચાયત  અને તેના પેટા પરાની સેવા સહકારી મંડળીની આજે ચૂંટણી દેવકરણના મુવાડા  ખાતે આવેલ એક હોલમાં રાખવામાં આવી હતી.

તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા જો કે આજ ચૂંટણીમા સભ્યો માટે રસાકસી થતા લાંબા સમય બાદ કોઈ નિર્ણય નહી લેવાતા  સભ્ય સાથે એકબીજાના સંઘર્ષનો દૌર વધી જતા અને ભારે રસાકસી થતા પોતાના સભ્યો લાવવા માટે એકબીજાના નામોની દરખાસ્ત મુકતા એક કલાકની મિટિંગમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો.

અને ભારે રસાકસી થતાં કોઈ કારણોસર આ સેવા સહકારી મંડળીની ચૂંટણી આજે રદ કરીને પછી લેવાશે તેઓ નિર્ણય જાહેર થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો અને કેટલા ખેડૂતો જણાવી રહ્યા હતા કે આમાં કંઈક દાળમા કંઇક કાળુ છે તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા.

આરોપ એ છે કે  આમાં પોતાના મળતિયાઓને ભેળવવા માટે અને તેમના નામ નહી આવતા ચૂંટણી બંધ રાખવામાં આવી છે તેવું કહેતા જોવા મળી રહ્યા હતા અને આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળતા ભારે જંગ જામ્યો હતો સાથે સાથે હોબાળો પણ થઈ જતા છેવટે ચૂંટણી બંધ રાખવામાં આવી હતી તેથી ખેડૂતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો

Related Articles

Back to top button