sabarkathaराष्ट्रीय

નદીમાં મેડિકલ અને મરઘાઓના વેસ્ટનો જથ્થો નાંખતા રોગચળાનો ભય….

નદીમાં મેડિકલ અને મરઘાઓના વેસ્ટનો જથ્થો નાંખતા રોગચળાનો ભય....

મેડિકલ વેસ્ટ અનેં મૃત જાનવરોનો વેસ્ટ નિકાલ કરવાની એક ખાસ જોગવાઇ અને નિયમ સરકારે બનાવ્યાં છે અને એ અનુસાર દવાખાના કે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તેનો નિકાલ કરવો પડે. આ ઉપરાંત નોનવેજની દુકાનદારોએ પણ તેમનું વેસ્ટ જાહેરમાં ન નાંખતા યગ્ય રાહે નિકાલ કરવો પડે. પરંતુ લાગે છે કે હિંમતનગરમાં આ નિયમ અને જોગવાઇને ઘોળીને પી જવામાં આવ્યું છે.

વિગતે જોઇએ તો, હિંમતનગર શહેરના મહેતા પુરા પાસે આવેલી હાથમતી નદીમાં  રસ્તા પર મેડિકલ વેસ્ટ અને મરઘાઓનો વેસ્ટનો જથ્થો ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલ છે  જેના કારણે ભયંકર દુર્ગંધ અને અને રોગચાળો ફેલાવવાની શક્યતા રહે છે.

આ દ્રશ્યો જોઇને  લોકો નારાજ થઇ રહ્યાં છે અને  સ્થાનિક તંત્ર સામે  લાગણી વ્યકત કરીને તેની સામે પગલા લેવી કહી રહ્યાં છે. સું આ રીતે જાહેરમાં અને તે પણ નદીમાં આવો વેસ્ટ ફેંકનારાની સામે પગલાં ભરાશે..?

Related Articles

Back to top button