sabarkathaराष्ट्रीय
ક્રાઇમઃ હિંમતનગરમાં કારચોરોનો કાળો કેર…ઇકો કાર ઉઠાવી ગયા….
ક્રાઇમઃ હિંમતનગરમાં કારચોરોનો કાળો કેર...ઇકો કાર ઉઠાવી ગયા....
સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરમાં ગાડી ચોરો બેફામ બન્યા હોય તેમ ઉપરાઉપરી કાર ચોરીની ઘટનાઓ બની રહી છે. અને શિયાળાની કાતિલ ઠંડીમાં પણ કારચોરોને જપ નથી એવી એક લાગણી જોવા મળી રહી છે.
વિગતે જોઇએ તો, શહેરમાં વિવિધ વિસ્તારો, શોપિંગ મોલ વગેરેમાંથી અવાર નવાર બાઈક કે કારોની ચોરીઓ થઈ રહી છે. જેમાં હિમતનગરના મહેતાપુરામાં એક ઇકો ગાડીની ચોરીની ઘટના બની છે. મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી એક ગાડી ચોરાયાની ઘટના બની છે. અને રસપ્રદ રીતે જોઇએ તો, આ સમગ્ર ઇકો કારની ચોરીની ઘટના cctvમાં કેદ થઇ હતી.
આ અંગે ઇકો ગાડીના માલિકે “બી” ડિવિઝન પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા સ્થાનિકની માંગ ઉઠી છે.




